ગુજરાત
News of Friday, 28th January 2022

ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત : ત્રણ લોકો ઘાયલ

રસ્તા પરથી અચાનક જ નીલગાય આડી ઉતરતા ચાલકે હુન્ડાઈ કાર પરનો કાબુ ગુમાવતા,ગાડી ખેતરમાં ઘૂસી ગઈ

બનાસકાંઠાના ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ  થયા છે.  ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 

ઘટનાની વિગત પ્રમાણે બનાસકાંઠાનાં ડીસા-થરાદ માર્ગ પર આગથળા પાસે ગાડી વચ્ચે નીલગાય આવતા આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. ડીસાથી થરાદ તરફ જતા મેવાડ પરિવારને  અંધારામાં  રસ્તા પરથી  અચાનક જ નીલગાય પસાર થતી દેખાઈ નહિ,પરિણામે ચાલકે હુન્ડાઈ કાર પરનો કાબુ ગુમાવતા,ગાડી ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે સગા ભાઈઓના તત્કાલ મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અક્સમાતની જાણ થતા જ આગથળા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી. અને વાહના વ્યવહારને સુચારુ કરવા સાથે ઘટનાની તપાસ શરુ કરી હતી. દરમિયાન ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ  પહોચાડવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. 

(11:24 pm IST)