ગુજરાત
News of Thursday, 28th January 2021

અખિલ ભારતીય મહિલા પરિષદનો 76મો સ્થાપના દિવસ ઉજવાયો

ગર્ભાશયના મુખના કેન્સર વિષય પર વક્તવ્ય આપી મહિલાઓને માહિતગાર કરાયા : ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીનીઓને રજત ચંદ્રક એનાયત : ઓનલાઇ વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેના ઇનામોનું વિતરણ કરાયું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : વલસાડના અખિલ હિંદ મહિલા પરિષદની વલસાડ શાખાને 76 વર્ષ પુરા થતાં તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડો. માધવી મિસ્ત્રી દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર વિષય પર વક્તવ્ય આપી મહિલાઓને માહિતગાર કર્યા હતા.   

  આ કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીનીઓને રજત ચંદ્રક એનાયત કરાયો હતો. આ કાર્યક્રમમાં લોકડાઉન દરમિયાન ઓનલાઇ વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેના ઇનામોનું વિતરણ પણ નવા પ્રમુખ ડો. અલકાબેન જોષીના નેજા હેઠળ અપાયા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના મંત્રી કિન્નરીબેન શ્રોફે કર્યું હતુ.

(8:33 pm IST)