ગુજરાત
News of Thursday, 28th January 2021

માંડલ તાલુકાના ટ્રેન્ટ ખાતે કોરોના વોરીયર્સે વેક્સીન લીધી અને કોઇ પણ વ્યક્તિને ગંભીર સાઇડ ઇફેક્ટ થઇ નથી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :આખા દેશના લોકો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તે કોરોના સામે રક્ષણ આપતા કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા ના ટ્રેન્ટ ગામ ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશનની શરૂઆત  કરવામાં આવી અને કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને , આંગણવાડી કાર્યકર્તાઓ, આશાવર્કર બહેનો, આયુર્વેદિક હોસ્પિટલ ના ડોક્ટર હર્ષભાઇ પટેલ, 108 ના કર્મચારીઓ, સરકારી આરોગ્ય કર્મચારીઓ, વેક્સિન  આપવામાં આવી હતી
    મેડિકલ ઓફિસર ભાવેશભાઈ રથવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે  વોરીયર્સે વેક્સીન લીધી અને કોઇ પણ વ્યક્તિને ગંભીર સાઇડ ઇફેક્ટ થઇ નથી( તસવીરઃ-જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(8:23 pm IST)