ગુજરાત
News of Thursday, 28th January 2021

પેટલાદ તાલુકાના વડદલા ગામે પતિના પર સ્ત્રી સાથેના સંબંધથી કંટાળી પરિણીતાએ ફાળો ખાઈ જીવન ટૂંકાવ્યું

પેટલાદ:તાલુકના વડદલા ગામે રહેતી પરિણીતાએ પતિના પરસ્ત્રી સાથેના સંબંધોથી તંગ આવી જઈને તેમજ પતિ, સાસુ અને સસરા દ્વારા તેણી ઉપર શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીઘો હતો. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે પતિ સહિત ત્રણેય વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર બોરસદની નાવડ સીમમાં રહેતા ફરિયાદી બચુભાઈ રામાભાઈ ઠાકોરની પુત્રી ભારતીબેનના લગ્ન પેટલાદ તાલુકાના વડદલા ગામે રહેતા કમલેશભાઈ ભઈલાલભાઈ ઠાકોર સાથે થયાં હતાં. પતિ કમલેશભાઈ, સાસુ શારદાબેન અને સસરા ભઈલાલભાઈ દ્વારા તેણીને લગjજીવન દરમ્યાન નાની-નાની બાબતોમાં હેરાન પરેશાન કરીને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ પતિને કોઈ સ્ત્રી સાથે આડો સંબંધ બંધાતા તેણીને રાખવી ના હોય કાઢી મુકવાના ઈરાદે હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતુ. આ ત્રાસ સહન ના થતાં ભારતીબેને ગત ૨૫મી તારીખના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે ગળે દોરડા વડે ફાંસો ખાઈ લઈને જીવનલીલા સંકેલી લીઘી હતી.

(5:06 pm IST)