ગુજરાત
News of Thursday, 28th January 2021

કપાસીયાતેલમાં બે દિ'માં ૫૦ રૂ. નો ઉછાળો

આજે વધુ ૨૦ રૂ. વધી ગયા : નીચા મથાળે લેવાલીના બહાને સ()ડીયાયો સક્રિય : કપાસીયા ટીનના ભાવ ૧૭૪૦ની ૧૭૬૦ની રૂ. થયા : ચૂંટણી પૂર્વે જ તમામ ખાદ્યતેલના ભાવો ભડકે બળતા લોકોમાં અનેક તર્ક-વિર્તક

રાજકોટ,તા. ૨૮: તમામ ખાદ્યતેલોના ભાવો ભડકે બળી રહ્યા છે. ત્યારે કપાસીયા તેલના ભાવો ઘટ્યા બાદ ફરી સટ્ટોડીયાઓ સક્રિય થયા હોય તેમ કપાસીયા તેલમાં રોજબરોજ ભાવો વધી રહ્યા છે. આજે કપાસીયા તેલમાં વધુ ૨૦ રૂ. નો ઉછાળો થતા બે દિ'માં ડબ્બે ૫૦ રૂ.નો તોતીંગ ભાવવધારો થઇ ગયો છે.

સ્થાનીક બજારમાં કપાસીયા તેલમાં નીચા મથાળે લેવાલી નીકળ્યાના અહેવાલે આજે પણ કપાસીયા તેલમાં તેજી જોવા મળી હતી અને કપાસીયા તેલ ()ના ભાવ ૯૯૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૨ વાગ્યે ૧૦૧૦ રૂ. થયા હતા જ્યારે કપાસીયા ટીનના ભાવ ૧૭૨૦ થી ૧૭૪૦ રૂ. હતા તે વધીને ૧૭૪૦ થી ૧૭૬૦ રૂાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

ગઇ કાલે કપાસીયા તેલમાં ૩૦ રૂ. વધ્યા બાદ આજે વધુ ૨૦ રૂ.નો ઉછાળો થતા બે દિ'માં () તેલમાં ૫૦ રૂાનો તોતીંગ ભાવ વધારો થઇ ગયો છે.

ચાલુ વ ર્ષે મગફળીના પુષ્કળ ઉત્પાદન છતા સીંગતેલના ભાવો ભડકે બળી રહ્યા છે અને ગત પખવાડીયામાં કપાસીયા તેલમાં ૧૫૦ થી ૧૭૫ રૂ. ઘટ્યા બાદ લોકો મોંઘા સીંગતેલના બદલે ઉતારી રહ્યા છે. પણ નીચા મથાળે લેવાલીના બહારને સટ્ટોડીયાઓ ફરી સક્રિય થતા કપાસીયા તેલ પણ ફરી મોંઘુ થઇ રહ્યું છે.ચૂંટણી પૂર્વે જ કપાસીયા સહિતના તમામ ખાદ્યતેલના ભાવો ભડકે બળી રહ્યા હોય લોકોમાં અનેક તર્ક -વિર્તકો થઇ રહ્યા છે.

(3:47 pm IST)