ગુજરાત
News of Thursday, 28th January 2021

વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓને 'હેલો ગુજરાત' એવોર્ડઃ ફુડ કમિશ્નર ડો.હેમંત કોશિયાનું સન્માન

વિવિધ ક્ષેત્રે ઉમદા કામગીરી બદલ મહાનુભાવને હેલો ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા.૨૮: પ્રજાસત્તાક દિને વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનારા તથા સામાજિક યોગદાન આપનારા મહાનુભાવોને હેલો ગુજરાત અવોર્ડસ  અર્પણ કરી સન્માનિત કરાયાં હતાં

આ મહાનુભાવોમાં કોવિડ ફેલાતો રોકવા માટે અસરકારક કામગીરી કરનારા ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર શ્રી હેમંત કોશિયા, લેખિકા - કવિયત્રી સોનલ ગોસલિયા, શિક્ષણવિદ સંજય રાવલ, લાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રીકટ કોઓર્ડિનેટર શ્રી નંદિનીબેન રાવલ, વિશ્વભરમાં હિન્દી ભાષાનો પ્રચાર પ્રસાર કરનારા પી.એચડી. ગાઈડ ડો. દક્ષા જોષીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અવોર્ડથી સમાવેશ થનારા ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદના પૂર્વ સ્ટેશન ડિરેકટર કવિયત્રી સાધનાબેન ભટ્ટ, બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષિકા હિરલ દેરાસરી, સેરેબ્રલ પાલ્સી સ્પોર્ટસ ગર્લ શ્રીયા ભરતકુમાર પાઠક, અમેરિકાના ટેકસાસમાં પરંપરાગત ભારતીય નૃત્યોનું શિક્ષણ આપતી સંસ્થા ગ્રેસ એન્ડ ગ્રુવ્ઝના સંસ્થાપિકા હેતલ નાગરાજ તથા તેમના તેજસ્વી વિદ્યાર્થીઓ આશ્ના પેઠે, નિરજા સેટી, સમર્થ સેટી અને ટોરન્ટો, કેનેડા સ્થિત ડો. એ. વી. પરમારનેા સમાવેશ થાય છે. એવોર્ડ કાર્યક્રમનું આયોજન હેલો ગુજરાતના સ્થાપકો શ્રી સરસ્વતીચંદ્ર આચાર્ય તથા મનીષા શર્મા દ્વારા સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને સેવાના કમલા કાફે ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોરોના વોરિયર્સની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી.

સામાજિક કાર્યકર વિરાજ પટેલ, અભિનેત્રી છાયા સોની, ફોટોગ્રાફર શ્રી સેમ્યુઅલ, એન.કે. એન્ટરટેનમેન્ટના મનન દવે, અભિનેતા ચેતન્ય જાની, સંતોષી સાહૂ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

(11:38 am IST)