ગુજરાત
News of Saturday, 27th November 2021

ડેડીયાપાડાની ધાંટોલી ગ્રા.પં.માં સરકારી આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના મહિલાઓના આક્ષેપ બાદ તપાસ જરૂરી

સરપંચ,તલાટી ભરૂચ ડિસ્ટરિકટ બેન્ક પંચાયતના સંલગ્ન કર્મચારીઓ સામે થયેલા આક્ષેપ માં કસૂરવાર સામે પગલાં જરૂરી:ડેડીયાપાડાના જાણિતા એડવોકેટ હિતેશ દરજી આ ચાર મહિલાઓને ફરિયાદ માટે મદદરૂપ બન્યા :પોલીસ મથકમાં લેખિત રજૂઆત કર્યાને અઠવાડિયું થવા છતાં ગુનો દાખલ ન થતાં અનેક સવાલો ઉઠ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેન્દ્ર સરકાર ના એસ્પિરેશનલ જીલ્લામાં સમાવિષ્ટ થતાં આદીવાસી વસ્તી ધરાવતા નર્મદા જીલ્લા માં સરકાર ની અનેક યોજનાઓમાં ભારે ભ્રષ્ટાચાર થતાં હોવાની અવાર નવાર ફરિયાદો ઉઠતી હોય છે,સરકાર સાથે જોડાયેલા સત્તાધારી ભાજપના અનેક નેતાઓ પણ અનેકવાર જાહેર મંચો ઉપરથી જીલ્લામાં અધિકારીઓ નેતાઓ ની મીલીભગતથી ભ્રષ્ટાચાર થતો હોવાની વાતો કરી ચૂક્યા છે, નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘાંટોલી ગ્રામ પંચાયતમાં સરકારની ગરીબોને આવાસ આપવાની યોજનામાં ભ્રષ્ટાચારની વિગતો બહાર આવતા તટસ્થ તપાસ થાય તે જરૂરી છે .

મળતી માહિતી મુજબ ઘાંટોલી ગામ માં રહેતા કલાવતીબેન દિનેશભાઇ વસાવા, રાયતિબેન શૈલેશ ભાઇ,રાધા જીગ્નેશભાઈ વસાવા સહિત ની મહિલાઓએ દેડિયાપાડા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપતા જણાવ્યુ છે કે જ્યારે તેમના ઘાંટોલી ગામના સરપંચ પદે પ્રભુભાઈ જાતરભાઈ વસાવા હતા ત્યારે તેમણે આ
અરજદાર મહિલાઓ પાસે થી તેમના આધાર કાર્ડ મેળવી તેમને સરકારી સહાય સરકારી આવાસ આપવાની વાત કરી હતી. ત્યાર બાદ વર્ષો વીતતાં પ્રભુ ભાઇ વસાવાના પત્ની કલાવતિબેંન વસાવા ગામના સરપંચ બન્યા હતા. અને 2017ની સાલમાં જણાવ્યુ કે તમારો આવાસ મંજૂર થયો છે જેનો પ્રથમ હપ્તો બેંક માંથી ઉપાડવા બેંક નો ખાતા નંબર લખી આપેલો જે લઇ બેંક માં જતાં બેંક દ્વારા આપેલ ચેક બુક માંથી ત્રણ ચેક ગાયબ હતા,પરંતુ બેંક મા જમા રૂ 20 હજાર પોતાને મળ્યા નો મહિલા એ સ્વીકાર કર્યો હતો જેમાં સૌથી ગંભીર બાબત એ હતી કે અરજદાર મહિલાઓ બેંક પાસે પોતાના ખાતા માં સરકાર ની આવાસ યોજના ની કેટલી સહાય મંજુર થયેલ છે જેની માહિતી માંગતા કોઈએ આ બાબત બતાવી ન હતી અને પોતાને આવાસ યોજના સહાય ની બાકી ની રકમ વર્ષો થી પૂરેપૂરી મળી ન હોય એ માટે વારંવાર ધ્યાન દોરવામાં આવ્યું સરપંચ,તલાટી, બેંક ને જાણ કરી હોવા છતાં કોઈજ પરિણામ ન આવતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ની ભરૂચ હેડ ઓફિસનો સંપર્ક સાધી પોતાનો બેંક સ્ટેટમેન્ટ મેળવતા વર્ષ 2015 માં જ પોતાના ખાતામાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો જે જોઈ અરજદાર મહિલા ચોંકી ઉઠી હતી.
મહિલાઓ એ તો આ મામલે ડેડીયાપાડાના જાણિતા એડવોકેટ હિતેશ દરજીની મદદથી નાણાકીય ઉચાપત કરી હોવાના આ તમામ પર આરોપ સાથે દેડિયાપાડા પોલિસ મથક માં લેખીત ફરિયાદ કરી છે.
અઠવાડિયાથી આ મહિલાઓની પોલિસ મથક માં ફરિયાદ હોવા છતાં ગુનો કેમ નોંધાતો નથી..?
દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ઘાંટોલી ગામની મહિલાઓ એ પોલિસ મથકમાં સરપંચ ,માંજી સરપંચ , તલાટી ,સહિત તાલુકા પંચાયત ના કર્મચારીઓ તેમજ ભરૂચ ડિસ્ટરિકટ કો્ઑપરૅટિવ બેન્ક દેડીયાપાડા શાખા ઉપર સરકારી આવાસ યોજનામાં મિલીભગતથી છેતરપિંડી ઉચાપત કર્યા નો ગંભીર આક્ષેપ કર્યો છે લેખિત માં પોલીસ મથકમાં ફરિયાદ આપી છે છતાં કોઈ પગલાં ભરવા મા આવ્યા નથી ! શું સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ થઇ રહ્યો છે ?
મહિલા ઓના જણાવ્યા મુજબ બેંક સ્ટેટમેન્ટ મોટો પુરાવો છે, પોતાની જાણ બહાર બેન્ક માં ખાતું ખોલાવાય છે, ચેક બુક માં પોતાને ત્રણ ત્રણ ચેકો ઓછાં મળે છે, બેન્ક સત્તાધિશો માહિતી નથી આપતા તો પછી ગુનો નોંધવા કોની રાહ જોવાઈ રહી છે.
 આ બાબતે ડેડીયાપાડા પીએસઆઇ એચ.વી. તડવી સાથે ટેલિફોનિક વાત માં પૂછ્યું કે આ મહિલાઓની અઠવાડિયા થી લેખિત અરજી હોવા છતાં હજુ સુધી ફરીયાદ કેમ દાખલ થઈ નથી..? ત્યારે પીએસઆઇ એ જણાવ્યું કે તપાસ ચાલુ છે હું જોઈ લઉં છું

(11:23 pm IST)