ગુજરાત
News of Saturday, 27th November 2021

સાગબારાના ડાબકા ગામમાં વડીલો પાર્જીત જમીનમાં બેંક લૉન બાબતે ઝગડો થતા મારામારી: 6 લોકો વિરુદ્ધ ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ડાબકા ગામમાં જમીન મા લૉન લેવા બાબતે થયેલી બબાલ માં માર મારી ધમકી આપનાર છ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રામસિંગભાઈ મારગીયાભાઈ વસાવા(રહે. ડાબકા નિશાળ ફળીયુ)એ આપેલી ફરીયાદ અનુસાર તેમના કુટુમ્બી કાકાના છોકરાએ તેમની વડીલો પાર્જીતની જમીનના કટીયા ઉપર બેંક લોન લીધી હોય જે બાબતે તેમને તકરાર ચાલતી હતી,તેની અદાવત રાખી(૧) ઈનેશભાઈ અર્જુનભાઈ વસાવા (૨) અર્જુનભાઈ ભાદીયાભાઈ વસાવા (૩) સુમનાબેન અર્જુનભાઈ વસાવા (૪) વંદનાબેન અર્જુનભાઈ વસાવા (૫) મમતાબેન અર્જુન ભાઈ વસાવા (૬) હાચાબેન ભાદીયાભાઈ વસાવા(તમામ રહે. ડાબકા નિશાળ ફળીયુ) નાઓ એક સંપ થઈ ડંગારા જેવા મારક હથીયારો ધારણ કરી રામસિંગભાઈના ઘરમાં ઘુસી કહેલ કે અમે જમીનના ક્ટીયા ઉપર લોન લીધેલી છે.તો શુ થયુ? તેમ કહી બોલાચાલી ઝઘડો કરી મોટા ડંગારા વડે આડેધડ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી આ વખતે રામસિંગભાઈની પત્ની લત્તાબેન તથા સાળી વેજંન્તાબેન  બચાવવા વચ્ચે પડતા તેમને પણ ઘક્કો મારી પાડી દઈ તને તો મારી જ નાખવાનો છે.તેમ કહી મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાખવાની કોશિષ કરી  જાનથી મારી નાખવાની ઘમકીઓ આપતા સાગબારા પોલીસે તમામ છ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:19 pm IST)