ગુજરાત
News of Saturday, 27th November 2021

વોકલ ફોર લોકલ એન્ડ લોકલ ફોર ગ્લોબલ

ખેડૂતોની જેમ પશુપાલકો માટે પણ ક્રેડિટ કાર્ડ, ૩ લાખ સુધીની લોન સુવિધા : રૂપાલા

આણંદમાં રાષ્ટ્રીય દૂધ દિનની ઉજવણી : 'ગોપાલ રત્ન' એવોર્ડ એનાયત

રાજકોટ તા. ૨૭ : કેન્દ્રીય પશુપાલન અને ડેરીવિભાગ દ્વારાગઇકાલે ડો. વર્ગીસ કુરિયન (મિલ્ક મેન ઓફ ઈન્ડિયા)ની જન્મ શતાબ્દિની ઉજવણી નિમિત્ત્।ે 'રાષ્ટ્રીય દૂધ દિવસ'ની ટીકે પટેલ ઓડિટોરિયમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કેમ્પસ, આણંદ,ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ડો. કુરિયન દ્વારા બનાવવામાં આવેલી અન્ય સંસ્થાઓએ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. તેમણે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ પર ભાર મૂકયો હતો.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ આ પ્રસંગે કહ્યું હતું કે કોઈ કાર્યક્રમમાં વિભાગના ત્રણે મંત્રી અને સચિવો સાથે ઉપસ્થિત હોય એવો આ પહેલો કાર્યક્રમ છે. વિભાગ તરફથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું જેના લીધે ગુજરાતવાસીઓને સારી નસલની ગાયો અને ભેંસો માટે પંજાબ અને હરિયાણા ખરીદવા જવું પડતું હતું તે હવે આ પોર્ટલ પરથી જ ખરીદી શકશે.  આ ઉપરાંત પોર્ટલhttps://gopalratnaaward.qcin.orgના લોન્ચિંગના કારણે આટલા બધા ગોપાલ રત્નોને સન્માનવાની તક મળી. એનડીડીબીએ પોતે એટલી સ્પર્ધાઓ કરાવી કે તેના વિજેતાઓને પણ અહીં સન્માનવામાં આવ્યા. દરેક જણ કુરિયનને ઘરેઘરે યાદ કરે છે, જેમને આપણે શ્રદ્ઘાંજલિ આપીએ છીએ. પ્રધાનમંત્રી મોદીજીએ પશુપાલન સેકટરને મદદ આપવા એક મોટી યોજના આપી છે. જેના કારણે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ કે જે ખેડૂતોને જ મળતું હતું તે હવે પશુપાલકોને પણ મળશે. આમાં ત્રણ લાખ સુધીની લોન પણ મળે છે.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજયમંત્રી શ્રી એલ. મુરૂગને કહ્યું હતું કે શ્રી મનુભાઈ પટેલજીની કર્મભૂમિ પર શ્વેતક્રાંતિના પ્રણેતા ડો વર્ગીસ કુરિયનજીની જન્મજયંતી પર, હું તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના પ્રયાસોથી દેશ વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો, આજે તેમની જન્મજયંતીને આપણે નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવીએ છીએ. આજે બંધારણ દિવસ પણ છે. હું બાબાસાહેબ આંબેડકર અને બંધારણના તમામ ઘડવૈયાઓને આ દિવસ પર સલામ કરું છું.

આઠ કરોડથી વધુ ગ્રામીણ કુટુંબોને મદદ માટે, તેમની આવક વધારવા લાખો બાળકોને જરૂરી પૌષ્ટીક આહાર આપવામાં આવે છે. માનવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને મારા સિનિયર પરષોત્ત્।મ રૂપાલાજીના માર્ગદર્શનમાં અમારી સરકારે પશુ સંવર્ધન અને ડેરીના ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત માટે પગલાં લીધા. સરકારે રાષ્ટ્રીય ગ્લોબલ મિશન લોન્ચ કર્યું, જેમાં ૫૪૦૦૦ કરોડનું રોકાણ કરાયું જે આ ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ છે. તેમણે ગોપાલ રત્ન એવોર્ડ મેળવનારાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તમામને તેમના સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

જયારે રાજયમંત્રી શ્રી સંજીવ બાલયાને કહ્યું કે ડો. કુરિયન, અમૂલ અને ગુજરાતનું સહકારી ડેરી ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન રહેલું છે.

મંત્રીશ્રીઓએ ત્રણ કેટેગરીમાં ગોપાલ રત્ન પુરસ્કારો એનાયત કર્યા હતા. પશુધન અને ડેરી ક્ષેત્રમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારો પૈકીનો એક ગોપાલ રત્ન પુરસ્કારનો ઉદ્દેશ તમામ વ્યકિતઓ અને ડેરી સહકારી મંડળીઓ/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક મંડળીઓને આ ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે.

આ પ્રસંગે કેન્દ્રીય ડેરી અને પશુપાલન વિભાગના સેક્રેટરી અતુલ ચતુર્વેદી, સંયુકત સચિવ વર્ષા જોષી, એનડીડીબીના એમ ડી મીનેશ શાહ, સાંસદ મિતેશ પટેલ, જીસીએમએમએફના એમડી આર.એસ. સોઢી ઉપસ્થિત રહ્યા હતા.

'ગોપાલ રત્ન' પુરસ્કાર વિજેતાઓ

બેસ્ટ ડેરી ફાર્મર  :

 સુરેન્દ્ર અવાના, જયપુર રેશ્મીડેથનલ કોટાયામ, કેરળ મોંઘીબેન રાજપૂત, બનાસકાંઠા માધુરી રાજનંદગોઆન, છત્તીસગઢ

કૃત્રિમ ગર્ભધાન વિષયક કામગીરી :

રામારાવ કરી, આંધ્રપ્રદેશ દુલારૂરામ સાહ, છત્તીસગઢ

રાજેષ બગરા :

 

 

 બેસ્ટ ડેરી, સહકારી સંસ્થા

કામધેનુ હિતકારી મંચ, હિમાચલ પ્રદેશ

દીપ્થીગીરી કશીરોલ પડાકા, કેરળ

અલગુર મિલ્ક પ્રોડયુસર સોસાયટી, કર્ણાટક

(11:44 am IST)