ગુજરાત
News of Friday, 27th November 2020

ઈંપેક્ટ :.રાજપીપળા એસટી ડેપો સામેની બંધ સ્ટ્રીટ લાઈટની કામગીરી થતા સ્થાનિકોને મોટી રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાં લાંબા સમયથી બંધ સ્ટ્રીટ લાઈટ બાબતે સ્થાનિક રહીશે રાજપીપળા નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા કંપનીના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ આપ્યા બાદ પણ આ લાઈટ ચાલુ ન થતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો હોવાથી આખરે અમારા માધ્યમ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થતાં જ જે તે એજન્સી આંખ ખુલી હોય તેની ટિમ આજે દોડતી થઈ હતી.અને ડેપો સામેની બંધ એલઇડી લાઈટ ની જરૂરી મરામત થતા સ્થાનિકોને રાહત મળી હતી.

(11:41 pm IST)