ગુજરાત
News of Friday, 27th November 2020

રાજપીપળામાં નજીવી બાબતે માતા પુત્રને ચપ્પુ મારી જીવલેણ હુમલો કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરની નરસિંહ ટેકરી વિસ્તારમાં નજીવી બાબતે માતા અને પુત્ર પર જીવલેણ હુમલો કરનાર પિતા પુત્ર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 

  પ્રાપ્ત માહિતી અનુસાર નરસિંહ ટેકરીમાં રહેતા ચિરાગ કાંતિભાઇ વસાવા અને તેની માતા ઉર્મિલાબેન ક્રાંતિભાઈ વસાવા ને નજીકમાં રહેતા પ્રવિણ અમરતભાઇ વસાવા અને અમરત કાળિયા ભાઇ વસાવાએ નજીવી બાબતે ચપ્પુ મારી મારી નાખવાના ઇરાદે  ચિરાગને છાતીમાં તેમજ કમરમાં ચપ્પુ મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી તથા તેમની માતા ઉર્મીલાબેન છોડાવવા વચ્ચે પડતા તેણીને પણ પીઠમાં ચપ્પુ મારી ઇજા કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:34 pm IST)