ગુજરાત
News of Friday, 27th November 2020

વલસાડ : કન્યા લગ્નની ચોરીમાં કોરોના પોઝિટિવ : સાસરે જવાના બદલે હોમ ક્વૉરન્ટાઇન કરી દેવાઈ

લગ્નની ખરીદી માટે મુંબઈ ગયા હતા અન્ય રાજ્યની હિસ્ટ્રીના અર્ધ ટેસ્ટ કરતા પોઝિટિવ : મેરેજ હોલમાં તપાસ કરતા યુવતીના લગ્ન લેવાતા હતા: મુંબઈથી જાન આવેલી હોય અન્ય તમામ મહેમાનોના ટેસ્ટ કરાતા તમામ નેગેટિવ

વલસાડના મોટાબજારમાં રહેતી એક યુવતીની સગાઇ મુંબઇના યુવાન સાથે કરવામાં આવી હતી. આ માટે તેઓ 10 નવેમ્બરના રોજ મુંબઇ ખરીદી માટે ગયા હતા. અન્‍ય રાજયની હિસ્‍ટ્રીના આધારે આ યુવતીનો આરટીપીસીઆર ટેસ્‍ટ કરાવતા પોઝિટિવ આવ્‍યો હતો. પેશન્‍ટની હિસ્‍ટ્રીના આધારે ઘરે તપાસ કરતા આ યુવતીના 27 નવેમ્બરના રોજ લગ્ન હતા. આ બાબતની જાણ થતાં જ તાલુકા હેલ્‍થ ઓફિસર સાથેની ટીમ મેરેજ હોલ ખાતે તપાસ કરતા સાંઇલીલા મોલ ખાતે મળી આવી હતી. જયારે આરોગ્‍યની ટીમ ત્‍યાં પહોંચી ત્‍યારે યુવતીના લગ્ન લેવાતા હતા.
લગ્નમાં તમામ લોકોએ કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્‍ત પણે પાલન કર્યુ હતુ. પરંતુ જાન મહારાષ્‍ટ્ર રાજયમાંથી આવી હોવાથી આરોગ્‍યની ટીમ દ્વારા હાજર સગા સબંધીઓનો રેપિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યો હતો. જેમાં લગ્નમાં બેસેલી યુવતી સિવાય કોઇ પોઝિટિવ માલુમ પડયું ન હતું. કોરોના પોઝિટિવ આવેલી કન્‍યાને પિતાના ઘરે જ કૉરન્‍ટાઇન કરી દેવામાં આવી છે.

(11:30 pm IST)