ગુજરાત
News of Friday, 27th November 2020

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી ભુક્કા બોલાવશે : હિમવર્ષાની ગુજરાતમાં થશે અસર : તાપમાન ગગડશે

સિમલા અને મનાલીમાં ભારે હિમવર્ષા ; સિમલાના કુફરી, નારકંડા, ખડા પથ્થર અને દેહામાં હિમવર્ષા થઇ

અમદાવાદ : રાજ્યમાં આગામી 72 કલાકમાં ઠંડી ભુક્કા બોલાવશે  આગામી ત્રણ દિવસમાં ઠંડી નું પ્રમાણ વધશે. રાજ્ય હવામાન ખાતાએ શુક્રવારે આગાહી કરી કે છેલ્લા કેટલાક દિવસોથી હિમાચલ, જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ થઇ રહેલી હિમવર્ષાની અસર રાજ્યમાં જોવા મળશે. પરિણામે ઠંડીમાં વધારો નોંધાશે.

બે-ત્રણ દિવસ પહેલાં માઉન્ટ આબુમાં 1 ડિગ્રી અને ગુજરાતના નલિયામાં 9 ડિગ્રી તાપમાન થઇ ગયું હતું. ત્યારે અમદાવાદ સહિતના શહેરોમા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે ઠંડી ઘટી ગઇ છે .

ગુરુવારે હિમાચલ પ્રદેશના સિમલા અને મનાલીમાં ભારે હિમવર્ષા થઇ હતી. સિમલાના કુફરી, નારકંડા, ખડા પથ્થર અને દેહામાં હિમવર્ષા થઇ હતી

(8:05 pm IST)