ગુજરાત
News of Friday, 27th November 2020

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં કોરોના મહામારીના કારણોસર બજારમાં એકત્ર થતી ભીડ ઓછી કરવા વેપારીઓએ સાથે મળી દુકાન ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લીધો

સાબરકાંઠા: જિલ્લાના તાલુકા મથક તલોદ વિસ્તારમાં કોરોના વાયરસે માઝા મુકીને વ્યાપક પંજો ફેલાવતા અનેક લોકો ભોગ બન્યા છે. કોરોના ફેલાતો અટકાવવા માટે બજારમાં એકત્ર થતી ભીડ ઓછી કરવી જરૂરી હોય તલોદના તમામ વેપારી એસો. સાથે મળીને સ્વૈચ્છિક રીતે બજારો ચાર દિવસ બંધ રાખવાનું નક્કિ કર્યું છે. જે મુજબ આજે માર્કેટીંગ યાર્ડ સહિતની તમામ બજારો સજ્જડ બંધ રહી હતી. તલોદમાં આજથી ચાર દિવસ બજારો બંધ રાખવાની અમલવારી શરૂ કરી દેવાતા આખો દિવસ ભારે ભીડ રહેતી હોય તેવા વિસ્તારોમાં સ્મશાનવત શાંતિ પ્રસરી ગઈ હતી. સોમવારથી બજારો રાબેતા મુજબ ખોલવામાં આવશે. તલોદ નગર પાલિકા કચેરી ખાતે વેપારીઓ સાથે મળેલી બેઠકમાં તલોદ બસસ્ટેન્ડ વેપારી મહાજનકાપડ મહાજનસોની મહાજનકટલેરીરેડીમેઈડવાસણ સહિતની દુકાનો તેમજ લારી-ગલ્લા પણ જડબેસલાક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેકોરોનાના કારણે તલોદ પંથકમાં ર૦ જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. અનેક લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. જેના કારણે વેપારીઓએ જાતે ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

(6:15 pm IST)