ગુજરાત
News of Friday, 27th November 2020

વલસાડ એલસીબીએ બે વર્ષ જૂના હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને પકડી પાડ્યા :જિલ્લા પોલીસની કાબીલેદાદ કામગીરી

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ ડી. ટી. ગામિત, પીએસઆઇ સી. એચ. પનારા, જી. આઇ. રાઠોડ તેમજ સ્ટાફના અન્ય એેસઆઇ મિયામહમદ ગુલામરસુલ શેખ, હેડ કોન્સ્ટેબલ અલ્લારખ્ખુ અમીર, અજય અમલાભાઇએ મળીને ભંગારિયાની હત્યા કરનાર તેના મિત્રને હત્યાના ગુનામાં પકડી પાડ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર વાપીમાં બે વર્ષ થયેલા એક ભંગારિયાની હત્યાનો કોયડો પોલીસે ઉકેલી કાઢ્યો છે. ભંગારના આ વેપારીની હત્યા તેના મિત્રોએ જ પૈસાની લેતી દેતીમાં કરી હોવાનું પોલીસે તપાસમાં ઉકેલી કાઢ્યું હતુ અને હત્યામાં સંડોવાયેલા બે હત્યારાઓને પોલીસે પકડી પાડી મોટી સફળતા મેળવી છે

 . વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ ડી. ટી. ગામિત, પીએસઆઇ સી. એચ. પનારા, જી. આઇ. રાઠોડ તેમજ સ્ટાફના અન્ય એેસઆઇ મિયામહમદ ગુલામરસુલ શેખ, હેડ કોન્સ્ટેબલ અલ્લારખ્ખુ અમીર, અજય અમલાભાઇએ મળીને 2 વર્ષ અગાઉ ડુંગરા પોલીસ મથકની હદમાં કોલક નદીના ચેકડેમ પાસે મળેલી પંકજ સહદેવ રાવ ની હત્યા કરાયેલી લાશની તપાસ હાથ ધરી હતી.  આ કેસમાં તેમણે અનેક પાસાઓ જોતાં આ હત્યામાં તેમના નજીક મિત્ર એવા સીન્ટુ  મદનપ્રસાદ યાદવ( રહે. છીરી વાપી મૂળ બિહાર )અને મનોજ હરીલાલ નિશાદ( રહે. છીરી મૂળ યુપી) હોવાનું પકડી પાડ્યું હતુ.

 સીન્ટુએ મરનાર પંકજને ધંધો કરવા માટે રૂ. 70 હજાર આપ્યા હતા. તેના ધંધામાં રૂ. 3 લાખનો નફો થયો હતો. જેનો ભાગ સીન્ટુને ન આપતા ઉશ્કેરાયેલા સીન્ટુએ મનોજ સાથે મળી પંકજને માથા પર પત્થર મારી મોતને ઘાટ ઉતારી દધો હતો.

 આ માહિતીના પગલે એલસીબીએ સીન્ટુ અને મનોજને પકડી તેમની પાસેથી 4 નંગ મોબાઇલ અને એક બાઇક પકડી પાડી હતી.આરોપી સીન્ટુ બુલટેગર હોવાનું પોલીસ ચોપડેથી જાણવા મળ્યું હતુ. તેના વિરૂદ્ધ ડુંગરા પોલીસ મથકે દારૂની હેરફેરના 6 કેસ નોંધાયેલા હતા. જ્યારે મનોજ વિરૂદ્ધ ગેરકાયદેસર હથ્યાર સહિતના 4 ગુનાઓ દાખલ કરાયા હતા. જેના પગલે પોલીસે બંનેની વધુ પુછતાછ હાથ ધરી છે.

(6:15 pm IST)