ગુજરાત
News of Friday, 27th November 2020

ઇડર તાલુકાના પ્રતાપપુરા ગામની દૂધ મંડળીમાં સબ્સિડીનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો

ઈડર:તાલુકાના પ્રતાપપુરા ગામની દૂધ મંડળીમાં સભાસદોને ધિરાણ પર મળતી સબસીડીનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર સબસીડીની આશરે રૂ.૧૪.૬૬ લાખની રકમ જમા કરાતા હોબાળો થયો છે. તેમજ સભાસદોએ મુદ્દે નારાજ થઈને ગામની દૂધ મંડળીનો બહિષ્કાર કરીને અન્ય ગામની મંડળીઓમાં દૂધ આપવાનું શરૂ કરી દીધું છે. સભાસદોએ પોલીસમાં લેખિત અરજી આપીને કારસ્તાન આંચરનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે. અંગેની મળતી વિગતો અનુસાર પ્રતાપપુરા ગામની દૂધ મંડળીના સભાસદોએ મંડળી મારફતે બેન્કમાંથી ધિરાણ મેળવ્યું હતું. ધિરાણના હપ્તા સભાસદોના પેમેન્ટમાંથી જમા થતા હતા.

દરમિયાનમાં ધિરાણ પેટે મળેલી સબસીડી બાબતે સભાસદોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કેસબસીડીની રૂ.૧૪,૬૬,૭૦૦ જેટલી રકમ તેમના ખાતામાં જમા આપવામાં આવી નથી. સબસીડી બાબતે સભાસદો ર૦૧૮થી માગણી કરી રહ્યા છે. જો કે સભાસદોની અનેક રજૂઆતો છતાં પ્રશ્નનો હલ આવતા આખરે ગત તા. નવેમ્બરથી સભાસદોએ દૂધ મંડળી બંધ કરાવી દીધી છે. હાલમાં સભાસદો નજીકના અન્ય ગામોમાં દૂધ ભરાવવા માટે જાય છે.

(6:15 pm IST)