ગાંધીનગરમાં શિયાળાની શરૂઆતમાં ગઠિયા સક્રિય: ચ-માર્ગ નજીક કારચાલક યુવાનને ઉભો રાખી બે ગઠિયા સોનાનો ચેઇન તફડાવી છૂમંતર....
ગાંધીનગર: શહેરમાં ચેઈન સ્નેચીંગની ઘટનાઓ છેલ્લા થોડા સમયથી અટકી ગઈ હતી પરંતુ હવે ચેઈન સ્નેચરો સક્રિય થયા હોય તેમ લાગી રહયું છે. કારમાં પસાર થતાં શખ્સો પણ હવે આ ચેઈન સ્નેચરોના ભોગ બની રહયા છે. આવી જ એક ઘટના ગઈકાલે બપોરે શહેરના ચ-માર્ગ ઉપર બનવા પામી હતી. જેમાં શહેરના સે-રર જ-ટાઈપ વસાહતમાં ૬૬/૭માં રહેતા અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા વિવેક જયપ્રકાશ મહેતા તેમની કાર નં.જીજે-૧૮-એએચ-૨૧૧૨ લઈને સે-૧૧માંથી ઘરે જઈ રહયા હતા તે દરમ્યાન ચ-રોડ ઉપર જિલ્લા પંચાયત પાસે તેની કાર પસાર થઈ રહી હતી તે દરમ્યાન બાઈક ઉપર આવેલા બે શખ્સોએ ગાડી ઉભી રાખવા ઈશારો કરતાં તેમણે ઉભી રાખી હતી અને જે પૈકી બાઈક સવાર એક શખ્સોે ડ્રાઈવર સાઈડનો કાચ ખખડાવતાં તેમણે કાચ ખોલ્યો હતો અને કાંઈ વાતચીત કરે તે પહેલા એક વ્યક્તિએ વિવેકની ફેંટ પકડી લીધી હતી અને અન્ય શખ્સે તેણે ગળામાં પહેરેલો સોનાનો દોરો તોડી લીધો હતો. બુમાબુમ થતાં એક શખ્સે કારની ચાવી પણ કાઢીને ફેંકી દીધી હતી. જેથી વિવેકે ઉતાવળમાં બાઈકનો નંબર જોતાં છેલ્લે ૪૨૫૭ લખેલું જોવા મળ્યું હતું. જેથી આ અંગે સે-ર૧ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.