ગુજરાત
News of Friday, 27th November 2020

નડિયાદ:યાત્રાધામ ડાકોરમાં મંદિરની અગાસી પર જોરશોરથી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી

નડિયાદ:યાત્રાઘામ ડાકોરમાં આજે ઠાકોરજીનો વિવાહ ધામધૂમથી ઉજવાયા ેહતો.મંદિરની અગાસી પર થી આતશબાજી કરી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરાઇ હતી. તુલસી વિવાહ સમયે મંદિર પરિસરમાં ફક્ત સેવકભાઇઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જો કે કોરોનાને કારણે ભક્તોએ ઠાકોરજીના લગ્નના દર્શનનો લાભ ટી.વી ના માધ્યમથી મેળવ્યો હતો.

ડાકોરમાં આજે ભક્તો વગર ડાકોરના ઠાકોરનો ભવ્ય તુલસી વિવાહ કાર્યક્રમ યોજાયો હતો.મંદિરમાં દેવ ઉઠી અગિયારસના દિવસે રાજભોગ દર્શન ખુલી અને મંદિર બપોર પછી ભક્તોના પ્રવેશ માટે બંધ રાખવામાં આવ્યુ હતુ.આજરોજ રાજભોગ દર્શન પછી  મંદિર બંધ કરવામાં આવ્યુ હતુ અને સાંજના સમયે ઉત્થાપન આરતી પછી પ્રતિકાત્મક તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. સમયે  મંદિરમાં સેવકભાઇઓ અને કર્મચારી હાજર રહ્યા હતા. સિવાય કોઇ દર્શાનાર્થીઓને પ્રવેશ આપવામા આવ્યો હતો.પરંતુ ડાકોરના ઠાકોરના લગ્નના દર્શનનો લાભ ભક્તોને ટી.વી.ચેનલના માધ્યમથી આપવામાં આવ્યો હતો.

(6:13 pm IST)