ગુજરાત
News of Friday, 27th November 2020

સુરતના કતારગામમાં બંગાળી જવેલર્સ 7.96 લાખના દાગીના સહીત ડાયમંડ લઇ રફુચક્કર

સુરત: શહેરના કતારગામ ભાઈચંદનગરમાં આવેલા દાગીના બનાવવાના કારખાનામાં પાંચ માસ અગાઉ નોકરીએ જોડાયેલો બંગાળી કારીગર ઘાટ અને ફીટીંગ કરવા આપેલા રૂ.7.96 લાખના સોનાના દાગીના અને એક હીરો લઈ ફરાર થઈ જતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં વેડરોડ સિંગણપોર શુભ લક્ષ્મી રેસીડન્સી ઘર નં.301 માં રહેતા 32 વર્ષીય કલ્પેશભાઈ મગનભાઈ ગજેરા કતારગામ પારસ શાક માર્કેટની પાસે ભાઈચંદનગર સોસાયટી પ્લોટ નં.52 ના પહેલા માળે જે.કે. સ્ટાર જવેલર્સના નામે દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે. તેમને ત્યાં કામ કરતા 11 કારીગરો પૈકી મૂળ પશ્ચિમ બંગાળનો જાસીમ કાસીમ શેખ ( ..24, રહે. ઘર.નં.2355-4 , મણીરત્ન બિલ્ડીંગ, છઠ્ઠો માળ, કાજીની વાડી, લાલદરવાજા, સુરત ) પાંચ માસ અગાઉ નોકરીએ જોડાયો હતો અને તે ફાઈલીંગ ડીપાર્ટમેન્ટમાં કારીગર તરીકે કામ કરતો હતો. દરમિયાન, ગત સવારે 9 વાગ્યે કારખાનું ચાલુ થયું ત્યારે તેને રૂ.1,23,480 ની કિંમતનું સોનાનું પેન્ડલ-ચેઇન, રૂ.3,34,809 ની કિંમતની સોનાની બંગડી અને રૂ.3,37,680 ની કિંમતનો 10.08 કેરેટનો રિયલ ડાયમંડનો હીરો ઘાટ અને ફીટીંગ કરવા આપ્યા હતા.

(6:13 pm IST)