ગુજરાત
News of Friday, 27th November 2020

વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં સીનીઅર સીટીઝનના કેરટેકરે વિશ્વાસઘાત કરી શખ્સના ખાતામાંથી મોટી રકમ ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા સીનિઅર સિટિઝનના કેરટેકરે વિશ્વાસઘાત કરી  બેન્કમાંથી મોટી રકમ ઉપાડી લીધી હોવાનો બનાવ બનતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રતાપગંજના મનોરથ એપાર્ટમેન્ટમાં રહેતા સાત્વિક નવિનભાઇ વાણીએ પોલીસને કહ્યું છે કે,મારા પિતા બીમાર હોવાથી તેમની  દેખરેખ માટે વિવેક સુનિલભાઇ જાદવ (રહે.પી.એમ.આવાસ યોજના, મંગલપાંડે રોડ, સમા)ને રાખ્યા હતા.

વિવેક પિતાની ચાકરી ઉપરાંત ઘરના પરચૂરણ કામો પણ કરતો હતો.તેને અવારનવાર બેન્કના પણ કામો સોંપવામાં આવતા હતા.

જે દરમિયાન તા.૧૨--૨૦૨૦ થી તા.૧૮-૧૧-૨૦૨૦ દરમિયાન કેરટેકરે બેન્કમાંથી રકમ ઉપાડવા માટે ચેકોમાં વધુ રકમો  ભરી હતી.વધારાની રકમ તે પોતાની પાસે રાખતો હતો.તપાસ કરતાં તેણે જુદા જુદા સમયે બેન્કમાંથી  કુલ રૃા.૧૧.૬૬ લાખ ઉપાડી લીધા હોવાનું જણાઇ આવ્યું હતું.

(6:11 pm IST)