ગુજરાત
News of Friday, 27th November 2020

વડોદરામાં મનપાદ્વારા કોવીડ-19ની ગાઇડલાઇન હેઠળ હોટલ,રેસ્ટોરન્ટ સહીત લારી ગલ્લા પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીના માહોલમાં કોવિડ 19ની ગાઈડલાઈનનું હોટેલો, રેસ્ટોરન્ટો, મીઠાઈની દુકાનો, ચા- નાસ્તાની લારીઓ, કેન્ટીન વગેરે... સ્થળે પાલન થાય છે કે નહીં તેનું ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબ તપાસ દરમિયાન 22 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો

તારીખ 21 થી 26 દરમ્યાન દિવસની કામગીરી શહેરના રેસકોર્ષ વિસ્તાર, મકરપુરા રોડ, માંજલપુર, આઈનોક્સ રોડ, કારેલીબાગ, ગોત્રી સેવાસી રોડ, વાઘોડિયા રોડ, દાંડિયા બજાર, ટાવર ચાર રસ્તા, સુરસાગર, સયાજી હોસ્પિટલ, સરદાર એસ્ટેટ, આજવા રોડ, ગોત્રી, અલકાપુરી, હરણી રોડ, અકોટા, જુબેલી બાગ, રેલવે સ્ટેશન, પાછળ વગેરે વિસ્તાર મળી 205 સ્થળે ચેકિંગ કરવામાં આવ્યું હતું

(6:10 pm IST)