ગુજરાત
News of Friday, 27th November 2020

પાટણમાં કોરોના વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં 64 કેસ નોંધાતા ભારે ફફડાટ

સિદ્ધપુરમાં ૩૨ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ

મહેસાણા : ઉત્તર ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ઉત્તર ગુજરાતમાં ૧૪૨ કેસ નોંધાયા હતા. તેમાં પણ પાટણ જિલ્લામાં કેસોમાં ઉછાળો આવ્યો છે ગુરુવારે ૬૪ કેસ નોંધાયા હતા.જેમાં સિદ્ધપુરમાં ૩૨ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મહેસાણા જિલ્લામાં ૩૧ કેસ નોંધાયા હતા જ્યારે બનાસકાંઠામાં ૨૧ અને સાબરકાંઠામાં ૨૦ કેસ નોંધાયા હતા. અરવલ્લીમાં પણ છ કેસ નોંધાયા હતા.

 

(11:32 am IST)