ગુજરાત
News of Friday, 27th November 2020

તાપી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર : પ્રમુખ સહિત 19 પદાધિકારીઓની જાહેરાત કરાઈ

મહામંત્રી તરીકે વ્યારાના વિક્રમ તરસાડીયા, સોનગઢના મયંક જોશી અને વાલોડના પંકજભાઈની નિમણૂંક

તાપી: ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા મહાનગરના આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં 6 જિલ્લાના મહાનગરની આંતરિક બોડી જાહેર કરાઈ છે. તાપી જિલ્લા ભાજપ સંગઠનનું નવુ માળખુ જાહેર કરવામાં આવ્યું છે.

ભાજપે તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત 19 પદાધિકારીઓની જાહેરાત કરી છે. મહામંત્રી તરીકે વ્યારાના વિક્રમ તરસાડીયા, સોનગઢના મયંક જોશી અને વાલોડના પંકજભાઈની નિમણૂંક કરાઈ છે. નવા સંગઠનમાં નિમણૂક થતા કાર્યકરોએ હોદ્દેદારોને શુભેચ્છા આપી હતી.

(10:26 am IST)