ગુજરાત
News of Friday, 27th November 2020

સુરત શહેર અને જિલ્લા ભાજપનું નવુ માળખુ જાહેર : પ્રમુખ તરીકે સંદીપ જે દેસાઈની નિમણૂંક

સાત ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષ: જિલ્લા ભાજપના નવા માળખામાં કુલ 21 લોકોને સ્થાન

સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરત શહેર ભાજપની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ માળખામાં દરેક સમાજના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રમુખ, સાત ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા ભાજપના નવા માળખામાં કુલ 21 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે.પ્રમુખ તરીકે સંદીપ જે દેસાઈની નિમણૂંક કરાઈ છે

(11:52 pm IST)