ગુજરાત
News of Friday, 27th November 2020

નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસે નિમિત્તે નર્મદા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે બંધારણ દિવસના ભાગરૂપે પ્રતિજ્ઞા દીવાલ બનાવી દરેક નાગરિકોને ભારતના બંધારણના સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ, સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો બાબતે જાગૃત કરવામાં આવ્યા સાથે સાથે એક આદર્શ નાગરિક તરીકે દેશના યુવાનો દેશને વિકાસ તરફ લઈ જવા પ્રયાસ કરે તેવા મેસેજ સાથે સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા અધિકારી વી.વી.તાયડે સાથે નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સેવા કર્મચારીઓ અને બીજેપીના શહેર મંત્રી અજિતભાઈ પરીખ સહિતનાઓ હાજર રહ્યા હતા.

(11:33 pm IST)