ગુજરાત
News of Friday, 27th November 2020

નર્મદા જિલ્લામાં ગુરુવારે 10 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1501 પર પહોંચ્યો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામા ગુરુવારે 10 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા જેમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં- 2, રાજેન્દ્રનગર-1, હાઉસિંગ બોર્ડ-1,જલારામ સોસાયટી-1,નાંદોદના તરોપા-1,ભદામ-1,વડિયા-1, તિલકવાડાના દેવલીયા- 1,અને ડેડીયાપાડામાં-1 મળી જિલ્લામાં કુલ 10 દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દીની કુલ સંખ્યા-૩ છે,15 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 12 દર્દી દાખલ છે.હોમ આઇસોલેશનમાં 52 દર્દી દાખલ છે.આજરોજ 13 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી જિલ્લામાં કુલ 1412 દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1501 પર પહોચ્યો છે. આજે વધુ 608 સેમ્પલ ચકાસણી હેઠળ છે

(11:28 pm IST)