ગુજરાત
News of Friday, 27th November 2020

અમદાવાદની પરિણિતાનું ફેક ફેસબુક ID બનાવીને છેડતી

શહેરમાં સાયબર ક્રાઈમના ગુનામાં વધારો : બિભત્સ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કરાયા

અમદાવાદ, તા. ૨૬ : અમદાવાદ શહેરમાં સાઇબર ક્રાઇમના ગુનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયેલા મોટેભાગના યુવાનો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી બીજાને બદનામ કરવા માટે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર પરિણીતાના નામે એફબી એકાઉન્ટ બનાવી છેડતી કરવામાં આવી છે. જેમા યુવતીના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરાવમાં આવ્યા છે. આ અંગે સાયબર ક્રાઇમે ગૂનો નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં પરિણીતાના નામે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી કરી છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમા યુવતીના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે. આરોપીએ પરિવારજનોને પણ યુવતીના ફોટો મોકલ્યા છે. આ અંગે સાયબર ક્રાઇમે ગૂનો નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અવાર નવાર છેડતીના બનાવ સામે આવતા રહે છે. સોશિયલ મીડિયાનું લોકોને એવું ઘેલુ લાગ્યું છે કે લોકો તેનાથી કોઇને બદનામ કરવાથી સુધીની હદે પહોંચી જાય છે. પરંતુ તે લોકો જાણતા નથી કે તેનું પાછળથી શું પરિણામ આવશે. જોકે, હવે જોવું રહ્યું કે પોલીસ આ અંગે કેવા પગલા લે છે અને આવા રોમિયોની રોમિયોગીરી બંધ કરાવવામાં સફળ રહેશે કે નહીં?

(9:18 pm IST)