ગુજરાત
News of Wednesday, 27th November 2019

રહેણાંક આવાસમાં સિક્યોરીટી માટે માયગેટ આશીર્વાદસમાન

મહિલા, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા ફુલપ્રુફ બની : માયગેટનો વ્યાપક સિકયોરીટી-કોમ્યુનીટી મેનેજમેન્ટ મંચ સાથે ગુજરાતમાં પ્રવેશ : માયેગટની અનેકવિધ સેવાઓ

અમદાવાદ, તા.૨૭ : રહેણાંક મકાનો અને કોમર્શીયલ કોમ્પેક્સ સહિતના સંકુલોમાં સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન આજના આધુનિક અને વધતા જતાં સાયબર ક્રાઇમના યુગમાં ગંભીર અને પડકારજનક બન્યો છે ત્યારે ગેટેડ પ્રિમાઈસીસ માટે ભારતના અગ્રણી સિક્યુરિટી એન્ડ કોમ્યુનિટી મેનેજમેન્ટ સોલ્યુશન માયગેટ દ્વારા ફુલપ્રુફ સુરક્ષા વ્યવસ્થા સહિત અનેકવિધ સુવિધાઓ પૂરી પાડતી મોબાઇલ એપ અને વેબ ફંકશન આધારિત સેવા લોન્ચ કરી છે. ખાસ કરીને સોસાયટીઓ, ફલેટ્સ અને મકાનોમાં મહિલાઓ, બાળકો અને સિનિયર સીટીઝનોની સુરક્ષા ફુલપ્રફ શકય  બની છે, જેને લઇ હવે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે માયગેટ બહુ આશીર્વાદ સમાન બની રહી છે એમ અત્રે માયગેટના સીઇઓ અને સહસ્થાપક અભિષેકકુમારે જણાવ્યું હતું. ગેટેડ પ્રિમાઈસીસ માટે ભારતના અગ્રણી સિક્યુરિટી એન્ડ કોમ્યુનિટી મેનેજમેન્ટ સોલ્યુશન માયગેટ દ્વારા આજે ગુજરાતમાં તેના પ્રવેશની ઘોષણા કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, બેંગલોર સ્થિત આ સ્ટાર્ટઅપે છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદમાં સફળતાથી પાઈલટ ચલાવ્યો હતો,

     જે દરમ્યાન ૧૦૦ હેટેડ કોમ્યુનિટીઝમાં લગભગ ૧૪,૦૦૦ ઘરો દ્વારા અપનાવવામાં આવ્યું છે, જેને લઈ હવે તેનું મોબાઈલ આધારિત સોલ્યુશન હવે સુરત, રાજકોટ, ગાંધીનગર અને વડોદરાનાં શહેરોમાં પણ ઉપલબ્ધ છે. ગયા મહિને ૫૬ મિલિયન ડોલરના સિરીઝ બી ફન્ડિંગની ઘોષણા પછી આ તેનું મોટું વિસ્તરણ છે. કંપની આગામી ૧૨ મહિનામાં રાજ્યભરમાં ૧૫૦,૦૦૦ ઘરોને સુરક્ષિત કરવા માગે છે.  ગુજરાતમાં માયગેટ મોજૂદ છે એવા અમુક લોકપ્રિય સમુદાયોમાં કલહાર બંગલોઝ, રત્નાકર બ્યુમોન્ડ, આર્યમાન બંગલોઝ, પારિજાત ઈક્લેટ અને બસંત બહાર બંગલોઝનો સમાવેશ થાય છે. માયગેટ અમદાવાદમાં ઓન- ગ્રાઉન્ડ ટીમ ધરાવે છે અને ગુજરાતનાં અન્ય મુખ્ય શહેરોમાં પણ ટીમો સ્થાપવાની પ્રક્રિયામાં છે. ગુજરાત તેના જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોલ મોડેલ રાજ્ય છે અને મુખ્ય શહેરોમાં આર્થિક કામગીરીથી પ્રેરિત ભારતની વૃદ્ધિમાં મજબૂત યોગદાનકર્તા છે. ગુજરાતનાં મુખ્ય શહેરોમાં એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સો હવે હાર્ડવેરમાં કોઈ પણ રોકાણ કે કોઈ પણ મૂડીખર્ચ વિના ત્રણ દિવસમાં માયગેટ સોલ્યુશન કામે લગાવી શકે છે. આ સોલ્યુશન પે-એઝ-યુ-ગો પ્રાઈસિંગ મોડેલમાં અપાય છે અને સ્ટાર્ટઅપ ફેસિલિટી સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડસ અને નિવાસીઓને તાલીમ આપે છે અને વ્યવસ્થાપન કરે છે. માયગેટ મોબાઈલ એપ આધારિત સીસ્ટમ છે, જે ગેટેડ કોમ્યુનીટીઝમાં તેમનાં આપસી કામોને ડિજિટાઈઝ અને ઓટોમેટ કરીને નિવાસીઓ માટે સલામતી અને સુવિધા બહેતર બનાવે છે.

માયગેટ સાથે બધી એન્ટ્રીઓ અને એક્ઝિટ્સ ડિજિટલ રીતે મંજૂર અને લોગ્ડ હોય છે, જેમાં નિવાસીઓને સંપૂર્ણ દષ્ટિગોચરતા અને નિયંત્રણ મળે છે. માયગેટ અનેક આધુનિક ક્ષમતાઓ પણ ઓફર કરે છે, જેમ કે, ઈ-ઈન્ટરકોમ (ઓટોમેટિક વિઝિટર ઓથેન્ટિકેશન), ચાઈલ્ડ સેફ્ટી એલર્ટસ, સ્ટાફ મેનેજમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુક્ત વેહિકલ મેનેજમેન્ટ, ટચલેસ રેસિડેન્ટ આઈડેન્ટિફિકેશન, ક્લબહાઉસ એક્સેસ મેનેજમેન્ટ અને એડમિન ડેશબોર્ડસ/ રિપોર્ટિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માયગેટ રેસિડેન્ટ વેલફેર એસોસિયેશનો (આરડબ્લ્યુએ)ને સોસાયટીનું અકાઉન્ટીંગ, રહેવાસીઓ પાસેથી પેમેન્ટ્સ, હેલ્પ ડેસ્ક અને અન્ય મૂલ્યવર્ધિત સેવાઓનું વ્યવસ્થાપન કરવામાં પણ મદદ કરે છે.

(9:59 pm IST)