ગુજરાત
News of Wednesday, 27th November 2019

અમદાવાદના વાડજમાં બે ભૂખી મહિલાઓને ભોજન કરાવવું મહિલાને ભારે પડ્યું: દયા દાખવીને જમાડવા ગયેલ મહિલાને બે મહિલા ઠગે લૂંટી લીધી: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ

અમદાવાદ: શહેરના વાડજમાં ધરમ કરવા ગયેલી મહિલાને ધાડ પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે મહિલાએ ભુખી હોવાનું નાટક કર્યું હતું,  જેથી દયા દાખવીને જમાડવા ગયેલી મહિલાને લૂંટી લીધી હતી. આ  બનાવ અંગે વાડજ પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત  એવી છે કે જુના વાડજમાં સોરાબજી કમ્પાઉન્ડમાં રહેતા અને સાબરમતી અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરતા દીનાબહેન. એસ.ચૌહાણે વાડજ પોલીસ સ્ટેશનમાં બે અજાણી મહિલા સામે ફરિયાદ નોધાવી  છે કે ગઇકાલે સાંજે સોરાબજી કમ્પાઉન્ડમાંથી પસાર થતા હતા ત્યારે એક મહિલા આજીજી કરીને કહ્યું કે મેરે કો ભુખ લગી હૈ, મેરે પાસ કુછ પૈસૈ નહી હૈ, તો તુમ ખાના ખિલા દો મેરે શેઠને મુજે  નોકરી સે નિકાલ દિયા હૈ,  આ સમયે બીજી વૃધ્ધ  મહિલાએ આવીને  કહ્યું કે  બિચારી ભુખી ઓરત હૈ ચલો હમ ખાના ખિલા દેતે હૈ, આમ કહેતા ફરિયાદી મહિલાને દયા આવતાં તેઓ નાસ્તો કરાવવા બન્ને મહિલાને વાડજ પોલીસ ચોકી પાસે લઇ ગયા હતા.

(5:22 pm IST)