ગુજરાત
News of Wednesday, 27th November 2019

અમદાવાદ આરટીઓમાં ૨૭ નંબર અધધધ ૨.૬૫ લાખ રૂપિયામાં વેચાયો

૯૯૯૯ નંબર ૧.૩૦ લાખમાં,૧ નંબર ૯૫ હજારમાં, પ નંબર ૫૭ હજારમાં, ૭ નંબર પપ હજારમાં, ૭૭૭૭ નંબર ૭૫ હજારમાં અને ૩૧૩૨ નંબર ૨૨ હજારમાં વેચાયા હતા

અમદાવાદ તા ૨૭  : ખાવાપીવાના શોખીન ગુજરાતીઓ ફોર-વ્હીલરના પસંદગીના નંબર માટે અઢળક પૈસા ખર્ચતા પણ અચકાતા નથી. આરટીઓમાં તાજેતરમાં ફોર-વ્હીલર માટેના પસંદગીના નંબરની હરાજીમાં '૨૭' નંબર ૨.૬૫ લાખમાં વેચાયો હતો. '૨૭' નંબર માટે એકથી વધુ લોકોએ ઓન લાઇન અરજી કરી હતી, જેમાં એક વ્યકિતએ સોૈથી વધુ બોલી લગાવતાં તેને આ '૨૭' નંબર ફાળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૯ નંબર માટે પણ ૨.૧૪ લાખની બોી બોલાઇ હતી.

મળતી માહીતી મુજબ અમદાવાદ આરટીઓમાં ફોર-વ્હીલર માટે નવી સિરીઝ જીજે-૦૧ કેએકસની ખુલી હતી. જેથી અરજદારોએ પોતાના પસંદગીના નંબર માટે ઓન લાઇન અરજી કરી હતી. અરજીની  મુદત પૂર્ણ થયા બાદ એક જ નંબર માટે એક કરતાં વધુ અરજીઓ આવતાં નંબર માટે ઓન લાઇન હરાજી થઇ હતી, જેમાં 'ર૭' નંબર માટે સોૈથી વધુ બોલી લગાવવામાં આવી હતી. આ નંબર ૨.૬૫ લાખમાં વેચાયો હતો, જયારે ૯૯૯૯ નંબર ૧.૩૦ લાખમાં,૧ નંબર ૯૫ હજારમાં, પ નંબર ૫૭ હજારમાં, ૭ નંબર ૫૫ હજારમાં,  ૭૭૭૭ નંબર ૭૫ હજારમાં અને ૩૧૩૨ નંબર રર હજારમાં વેચાયા હતા. અગાઉ આ સિરીઝના નંબર માટે લોકોએ લાખો રૂપિયા ખર્ચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

(4:50 pm IST)