ગુજરાત
News of Tuesday, 27th November 2018

'નેશનલ મિલ્ક ડે' નિમિતે યોજાયેલ મેગા બાઇક રેલીનું આણંદમાં સમાપન

અમદાવાદ : ભારતની શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો. કુરીયનની જન્મ જયંતિની દેશભરમાં 'નેશનલ મિલ્ક ડે' તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે લોકપ્રિય બ્રાન્ડ અમુલ દ્વારા મેગા મોટર બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. જમ્મુથી પ્રસ્થાન થઇ વિવિધ મુખ્ય શહેરોમાં ફરીને આગળ વધેલ આ રેલી છેલ્લા તબકકામાં અમદાવાદ આવી પહોંચતા અનિલ બયાતી (એમ.ડી. અમૂલ ફેડ ડેરી) એ લીલી ઝંડી આપી આગળ પ્રસ્થાન કરાવ્યુ હતુ. સૌ પ્રથમ ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘની અમુલ ડેરીની મુલાકાત લીધી હતી.  ત્યાર બાદ આ રેલીને ઇન્સ્ટીટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમા આણંદ ખાતેથી મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી. રેડ કાર્પેટ દ્વારા બાઇકર્સનું સ્વાગત કરાયુ હતુ. બાદમાં વાજતે ગાજતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સંકુલમાં પહોંચેલ આ રેલીને આનંદાલય સ્કુલના ૧૦૦૦ બાળકોએ આવકારેલ. આ પ્રસંગે ડો. વર્ગીસ કુરીયનના દીકરી નિર્મલા કુરીયન તેમજ આર.એસ. સોઢી એમ.ડી., ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંસ્થાના ચેરમેન રામસિંહ પરમાર, એન.ડી.ડી.બી.ના ચેરમેન દિલીપ રથેએ પ્રાસંગીક પ્રવચન કરેલ. આ તકે યુવા બાઇકર્સે પણ પોતાના સારા નરસા અનુભર્વો વર્ણવ્યા હતા. આ તકે ડો. વર્ગીસ કુરીયને જે સંસ્થાઓનું નિર્માણ કર્યુ છે તેવી સંસ્થાઓના વડાઓ પણ હાજર રહેલ. જેમાં દિલીપ રથ, કે. એમ. જાલા, મંગલજીત રાય, એ. એમ. વ્યાસ, કે. સુપેકર, સંગ્રામ ચૌધરી, વાય.વાય. પાટીલ, ડો. જે. બી. પ્રજાપતિ, ડો. ડી. આર. શાહ, ડો. નિખિલ ખરોડ, એમ. કે. સિંહા, રાજેશ સુબ્રહ્મણ્યમ, દિનેશ રેડ્ડી વગેરે ઉપસ્થિત રહેલ.

(3:53 pm IST)