ગુજરાત
News of Wednesday, 27th October 2021

નડિયાદના બાલ્કન જી બારી વિસ્તારમાંથી બે થી અઢી વર્ષની બાળકી મળી : પોલીસ દ્વારા વાલીઓની શોધખોળ શરૂ

 ખેડા જિલ્લાના નડિયાદમાંથી બેથી અઢી વર્ષની બાળકી મળી આવી છે. નડિયાદના બાલ્કન જી બારી વિસ્તારમાંથી આ બાળકી મળી આવી છે. જેની બાદ નડિયાદ ટાઉન પોલીસે બાળકીના વાલીઓની તપાસ શરૂ કરી છે.જે વિસ્તારમાંથી આ બાળકી મળી છે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ તપાસવામાં આવી રહ્યા છે.

પોલીસ પાસેથી જાણવા મળ્યું કે બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાં બાળકી શારિરીક તપાસ કરવામાં આવી હતી. પોલીસને પણ આ બાળકી મળી આવતા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. તેમજ આ બાળકી કોની છે અને તેને કેમ બિનવારસી હાલતમાં મૂકવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

(11:53 pm IST)