ગુજરાત
News of Wednesday, 27th October 2021

અમદાવાદ :મહિલા કોન્સ્ટેબલનો ફોટો મેળવી ગ્રેડ-પે અંગે લખાણ લખીને સોશિયલ મિડીયામાં મેસેજ વહેતો કરનારના સામે ફરિયાદ

ખોટી રીતે ફોટાનો દુરુપયોગ કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફોટો અને લખાણ લખનાર અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ: શહેરના ટ્રાફિકના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ફોટો મેળવીને ગ્રેડ-પેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કરુ છું તેવું લખાણ લખી સોશિયલ મિડીયા પર વહેતુ કરનાર અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીએસઆઈએ ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડીયા પર ગુજરાત પોલીસનો ગ્રેડ પે વધારવા બાબતે જે આંદોલન ચાલી રહ્યું છે, તેમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં રોશનીબહેનના ફોટા સાથે એક લખાણ લખેલુ હતું. જેમાં જ્યાં સુધી ગ્રેડ પેનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી હું અન્ન-જળનો ત્યાગ કરુ છું – રોશનીબહેન રાજેશભાઈ એલ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર. લખાણ વાળો ફોટો સોશિયલ મીડીયામાં વાયરલ કર્યો હતો.

જેથી વી.બી.ચૌહાણે ફરજ પર હાજર રોશનીબહેનને બોલાવીને ફોટો બતાવીને પુછતા આ ફોટો તેમનો પોતાનો છે, પરંતુ તેમણે લખાણ લખ્યું નથી કોઈ અજાણ્યા શખ્સે ફોટાનો ખોટી રીતે ઉપયોગ કરી લખાણ લખીને સોશિયલ મિડીયા પર વહેતો કર્યો હોવાનું જણાવ્યું હતુ. ખોટી રીતે ફોટાનો દુરુપયોગ કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફોટો અને લખાણ લખનાર અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

(10:58 pm IST)