ગુજરાત
News of Wednesday, 27th October 2021

કાલથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે

અમદાવાદ ગાંધીનગર અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે :રાષ્ટ્રપતિ બે દિવસ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી 28, 29 અને 30 તારીખે રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ ગાંધીનગર અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ બે દિવસ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાત આવશે. તેઓ સૌ પ્રથમ અમદાવાદ પહોંચશે ત્યારબાદ રાષ્ટ્રપતિ રાજભવન-ગાંધીનગર આવશે. સાંજે રાજભવન ખાતે હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને રાજ ભવન ખાતે જ રાત્રી રોકાણ કરશે. રાષ્ટ્રપતિ તારીખ ૨૯ ઓક્ટોબરે સવારે રાજભવનથી ભાવનગર જવા રવાના થશે. ભાવનગરના તલગાજરડા ખાતે મોરારિબાપુના આશ્રમની મુલાકાત લેશે અને ભાવનગર ખાતે ૧૦૮૮ જેટલા EWS-PM આવાસોનું લોકાર્પણ કરશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. તારીખ ૩૦મી ઓકટોબરે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.

(10:28 pm IST)