ગુજરાત
News of Wednesday, 27th October 2021

e-SHRAM Portal ઉપર શ્રમયોગીઓની નોંધણી માટે ઈ-ગ્રામ સેન્ટરને “શ્રમિક સહાયતા કેન્દ્ર” જાહેર

રાજ્યના શ્રમ-રોજગાર અને પંયાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા મહત્વનો નિર્ણય

અમદાવાદ : રાજ્યન। શ્રમયોગીઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને નીતિઓની અમલવારી થકી રાજ્ય સરકાર સંનિષ્ઠ પ્રયત્નો કરી રહી છે. આવી યોજનાઓ શ્રમયોગીઓ સુધી પહોંયે અને તેનો લાભ શ્રમયોગીખોને સરળતાથી મળે તે બાબત સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર પોતાના વિવિધ પ્રયત્નો કરી રહી છે. અને એ માટે અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની યોગ્ય રીતે નોધણી થાય અને અસંગઠિત શ્રમયોગી તરીકે તેઓ પોતાની ઓળખ મેળવી તેને મળવાપાત્ર લાભ સરળતાથી મેળવતા થાય તે માટે ઘરેલુ કામદાર, સ્વરોજગાર મેળવતા શ્રમયોગી તેમજ અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ પોતાની નોંધણી ભારત સરકારશ્રીના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સ્થાપિત e-SHRAM Portal ઉપર સરળતાથી કરી શકે તે માટેની ચિંતા સરકારે કરી છે.

કેન્દ્ર સરકારની સૂચના મૂજબ આ પ્રકારની નોંધણી કોમન સર્વિસ સેન્ટર (csc) મારફતે કરવાની થાય છે. પરંતુ આવી નોંધણીની કાર્યવાહી વધુ ઝડપી અને શ્રમયોગીને સુલભ બની શકે તે હેતુથી રાજ્ય સરકારે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત “ઈ-ગ્રામ સેન્ટર” ને શ્રમિકોની નોંધણીના હેતુથી “શ્રમિક સહાયતા કેન્દ્ર” જાહેર કરવાનો ઉમદા નિર્ણય લીધેલ છે. જેના પરિણામે અસંગઠિત શ્રમયોગીઓ કે જે છેવાડાના ગામડા સુષી વસેલા છે તેઓ નજીકના પંયાયત ધર માત્ર સુધી જઈને « SHRAM Portal ઉપર પોતાની નામ નોંધણી કરાવી શકશે અને અસંગઠિત શ્રમયોગીઓને મળવાપાત્ર સરકારની વિવિધ યોજનાઓ મુજબના લાભ મેળવી શકશે. આમ, રાજ્યના શ્રમ-રોજગાર અને પંયાયત મંત્રી બ્રિજેશભાઈ  મેરજા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયેલ છે.

(6:28 pm IST)