News of Wednesday, 27th October 2021
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલાને વારંવાર ધમકાવી પરિચિત યુવાને બળાત્કાર ગુજારતા ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી
વડોદરાઃ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારની એક મહિલાને વારંવાર ધમકાવીને તેના પરિચિત યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,માધવ સાગઠિયા નામનો શખ્સ એક પરિચિત મહિલાને ધમકીઓ આપી તેના પતિને ફસાવી દેવાની ધમકી આપતો હતો.તેણે મહિલાને બાનમાં લઇ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
માધવના આ ગુનાઇત કૃત્યમાં એક સબંધી મહિલાએ પણ સહકાર આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાથી તેને પણ આરોપી બનાવવામાં આવી છે.કારેલીબાગ પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
(5:52 pm IST)