ગુજરાત
News of Wednesday, 27th October 2021

વડોદરાની ડભોઇ- વેગા ચોકડી નજીક બાઈક સવારને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

વડોદરા: શહેરની  ડભોઇ વેગા ચોકડી  પાસે આવેલી મદ્રેસા નજીકથી  પસાર થતા બાઇકસવારને અજાણ્યા વાહનચાલકે ઇજા પહોંચાડતા તેને માથા તથા ડાબા હાથે ગંભીર ઇજા પહોંચતા મોત થયુ હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,રાજસ્થાનના જોધપુર જિલ્લાના લોહાવદ તાલુકાના ઝાલોડા ગામે રહેતા ત્રણ ભાઇઓ અશોક જગમાલારામ બિશ્નોઇ,હજારીરામ તથા મગનારામ છેલ્લા સાત વર્ષથી વડોદરામાં સ્થાયી થયા છે.અને આજવારોડ શુભલક્ષ્મી સોસાયટીમાં રહીને સુથારી કામ કરે છે.ગઇકાલે સાંજે મગનારામ બાઇક લઇને સંખેડા નજીક આવેલા બહાદરપુર ગામે સુથારી કામ માટે જતો હતો.સાંજે સાડા સાત વાગ્યે ડભોઇ વેગા ચોકડી  પાસે અજાણ્યા વાહનચાલકે તેને ટક્કર મારતા માથા અને ડાબા હાથે ઇજા  પહોંચતા બેભાન થઇ ગયો હતો.મગનારામને બેભાન હાલતમાં  ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.ત્યાંથી પારૃલ હોસ્પિટલ અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો.બનાવ અંગે ડભોઇ પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

 

(5:50 pm IST)