ગુજરાત
News of Wednesday, 27th October 2021

સુરતના પાંડેસરા વિસ્તારમાં ધો-11ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરનાપાંડેસરા વિસ્તારમાં રહેતી ધો. 11ની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી ફરવાના બહાને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર પ્રેમીને પોલીસે મધ્યપ્રદેશના જબલપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા યુ.પીવાસી શ્રમજીવી પરિવારની ધો. 11 માં અભ્યાસ કરતી 17 વર્ષની શાલિની (નામ બદલ્યું છે) ને દોઢેક વર્ષ અગાઉ પડોશમાં ભાડેથી રહેવા આવનાર વિનોદ ચિંરજીલાલ કેશરવાની (ઉ.વ. 24 રહે. હાલ ગીતાનગર સોસાયટી-3, કૈલાશ ચોકડી અને મૂળ. અકોડા, તા. કોંધીયાળા, જિ. પ્રયાગરાજ, યુપી) સાથે પ્રેમસબંધ હતો. પ્રેમસંબંધની જાણ થઇ જતા પરિવારે ઠપકો આપ્યો હોવા છતા વિનોદ અને શાલિની મળતા હતા. દરમિયાનમાં ગત અઠવાડિયે શાલિનીને પેટમાં દુખાવો થતા માતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગઇ હતી.

જયાં તબીબોએ શાલિનીને સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા પરિજનો ચોંકી ગયા હતા. માતા-પિતા સમક્ષ શાલિનીએ જણાવ્યું હતું કે પોતે સિલાઇ કામ શીખવા જતી હતી ત્યારે વિનોદ તેને ત્રણેક વખત પાંડેસરા ડી-માર્ટ નજીક ઓયો હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. બે દિવસ અગાઉ દુષ્કર્મના નોંધાયેલા ગુનામાં પાંડેસરા પોલીસે નાસ્તાની લારી ચલાવતા વિનોદની મધ્યપ્રદેશના જબલપુર ખાતે તેના સાસરેથી ઝડપી પાડયો છે. વિનોદના ગત જુન મહિનામાં લગ્ન થયા હતા અને પત્ની બિમાર હોવાથી તેને મળવા ગયો હતો. 

(5:49 pm IST)