સુરતના ઉંઘના વિસ્તારમા લોકોને લુંટનાર ચાર લૂંટારૂઓને આરપીએફની ટીમે રંગે હાથે ઝડપી પાડયા
સુરત: ઉધનાથી રવાના થયેલી તાપ્તીગંગા એકસપ્રેસમાં ચાર લૂંટારૂઓએ પ્રવાસીઓને ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવી હતી. કોચમાં શોરબકોર શરૂ થતા અને ચેઇન પુલિંગ થતાં, પેટ્રોલિંગમાંની આરપીએફની ટીમ પહોંચી ગઈ હતી અને એક આરોપીને ઝડપી લઇ જીઆરપીને હવાલે કરવામાં આવ્યો હતો.
દિવાળી તથા છઠના તહેવારોને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા ટ્રેનોમાં પેટ્રોલિંગ માટે ટીમ તૈનાત કરવામાં આવી છે. ચાર દિવસ પહેલા પેસેન્જર ટ્રેન તાપ્તી ગંગા એક્સપ્રેસ (09046) ઉધનાથી રવાનાં થઈ સુરત જતી હતી, ત્યારે D1 કોચમાં ચાર જણાં ચડી ગયા હતાં અને મુસાફરોને ડરાવીને પૈસા અને સામાન લૂંટવાનું શરૂ કર્યું હતું.
આને કારણે કોચમાં ભારે શોરબકોર થતાં અને ચેન પુલિંગ થવા લાગ્યું હતું. આથી તરત જ તૈનાત ટીમ ઉક્ત કોચ પર પહોંચી હતી. અને 01ને લૂંટ બદલ ઝડપી લીધો હતો. જ્યારે અન્ય ૩ તકનો લાભ લઈ ભાગી ગયાં હતાં. આરોપીઓએ 4 મુસાફરોના રુ. અને મોબાઈલ વગેરે મળીને કુલ રૂ.35,400/-ની લૂંટ ચલાવી હતી.