ગુજરાત
News of Wednesday, 27th October 2021

ગાંધીનગર:અડાલજ પોલીસે બાતમીના આધારે ખેતરમાં દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા

ગાંધીનગર : ગાંધીનગર શહેર જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસે બાતમીના આધારે પોર ગામના ખેતરમાં દરોડો પાડીને વિદેશી દારૃના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.જેમની પાસેથી ૭૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગર શહેર નજીક આવેલા પોર ગામના ખુલ્લા ખેતરમાં બે શખ્સો પાસે દારૃનો જથ્થો હોવાની બાતમીના પગલે અડાલજ પોલીસે દરોડો પાડયો હતો. જેમાં દશરથભા મુળુભા વાઘેલા રહે.જયંતિભાઈ બાબુભાઈ પટેલના ખેતરમાં પોર ગામ અને સુરજજી જશુજી ઠાકોર રહે.વાગડ કંપનીની બાજુમાં અડાલજ પોર રોડને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી વિદેશી દારૃની અલગ અલગ માર્કાની ૧૬ બોટલ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે ૭૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને આ શખ્સો દારૃ કયાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે જાણવા મથામણ શરૃ કરી હતી.  

 

(5:46 pm IST)