ગુજરાત
News of Wednesday, 27th October 2021

પોશીના તાલુકાના ચોલિયા ગામે યુવકની પત્નીને નોકરીની લાલચ આપી બે શખ્સોએ 1.20 લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

પોશીના: પોશીનાના ચોલીયા ગામના યુવકની પત્નીનો આંગણવાડી કાર્યકર તરીકેનો ઓર્ડર કાઢી આપવાની લાલચ આપી બે શખ્સોએ કાવતરૂ રચીને રૂ.૧.૨૦ લાખ નક્કી કર્યા હતા અને પોશીના અને દાંતામાંથી ૮૦ હજાર આંગણવાડી કાર્યકર તરીકેનો ઓર્ડર ના આપી અને પૈસા પરત ન આપીને છેતરપિંડી કરી છે. આ મામલે પોશીના પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોશીનાના ચોલીયા ગામના સંજય ખોખરીયા દાંતાની મામલતદાર કચેરીએ ગયા ત્યારે તેમના સાઢુના પિતા સાથે સંપર્ક થયો હતો ત્યારે આંગણવાડીની ભરતી જાહેરાતની વાત નિકળતા દિલીપ ભાઇ નામના શખ્સે જણાવ્યુ હતુ કે મારી ઓળખાણ છે પૈસા આપશો તો આંગણવાડી કાર્યકરની નોકરી માટેના ઓર્ડરનો સેટીંગ કરી આપીશ. બાદ ૧૫ દિવસ પછી સંજય ભાઇને દિલીપ ભાઇએ ફોન કરીને જણાવ્યું હતું કે મારે અધિકારી સાથે સેટિંગ થઇ ગયુ છે અને રૂ. ૧.૨૦ લાખ આપશો તો ઓર્ડર અપાવી દઇશ. તેમ જણાવ્યું હતું.

(5:44 pm IST)