ગુજરાત
News of Wednesday, 27th October 2021

ધારીખેડા નર્મદા સુગર ફેકટરીમાં 8.5 લાખ મેટ્રીક ટનના લક્ષ્યાંક સાથે શેરડીના પિલાણની શરૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી 8.5 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણના લક્ષ્યાંક સાથે પુનઃ એકવાર નવી સીઝન માટે શરુઆત કરાઈ છે.નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ,વા.ચેરમેન અજયસિંહ પરમાર, એમડી નરેન્દ્ર પટેલ અને તમામ ડીરેકટરો સાથે સ્વામિનારાયણ સંતો,સુગર ફેક્ટરીની સમગ્ર ટીમ અને ખેડુતોએ પૂજા કરીને ફેકટરીમાં નવી સિઝન માટે પિલાણની શરૂઆત કરી હતી.

નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે 8.5 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનું લક્ષ્યાંક છે.ખેડૂતોને શેરડીનો સારો ભાવ મળે સાથે સાથે ખેડૂતોની આવક બમણી કરવાનો અમારો પ્રયાસ છે.

(12:26 pm IST)