ગુજરાત
News of Wednesday, 27th October 2021

રાજપીપળામાં ફોર લેન કામગીરીમાં મિલકતોને થતા નુકશાન બાબતે સ્થાનિકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપલા કાળા ઘોડાથી વાવડી જકાતનાંકા સુધીના રસ્તાનુ ફોર લાઇન કામ ચાલુ છે જેમાં અમારી મિલકતોને થતુ નુકશાન બંધ કરાવવા જરૂરી કાર્યવાહી કરવા બાબતે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા મુજબ કાળા ઘોડાથી વાવડી જકાતનાકા સુધીનો રસ્તો ફોર લાઈન ન કરવા અને આર્થીક નુકશાન ન થાય તે માટે બાપ પાસ રોડ કરવા આપને તા .૧૫ / ૩ / ૨૦૧૩ તથા તા .૧ / ૧ / ૨૦૨૦ ના અરજી કરેલ છે, આ અરજી બાદ નાયબ કાર્યપાલક ઇજનેર રાજપીપલા તરફથી તા .૮ / ૪ / ૨૦૧૩ નોટીશો આપેલ હતી , જે નોટીશોનો જવાબ અમેં તા .૨૨,૪, ૨૦૧૩ ના આપેલ હતો તે પછી અમને કોઇ જવાબ મળ્યો ન હતો,આ રોડની એક સાઇડ એટલે કે બહેરા મૂંગા સ્કૂલ તરફની વધારે જગ્યા લેવામાં આવી છે જયારે છોટુભાઇ પુરાણી કોલેજ તરફની જગ્યા ઓછી લઇ રોડ બનાવે છે આ સાઇડ તરફ સરકારી જમીન સાત થી આઠ ફૂટ જેટલી છે તેમજ છોટુભાઇ પુરાણી કોલેજ નો કોટ સરકારી જમીનમાં હોય જેથી આ કોટને તોડવો ન પડે તે માટે બહેરા મૂંગા સ્કૂલ તરફ નો રોડ વધારે લઇ આ કારમી મોધવારીમાં અમને આર્થીક નુકશાન કરી રહ્યા હોય એવું અમારૂ માનવું છે,સંતોષ ચાર રસ્તાની થી કાળા ઘોડા સુધી અમને વધારે નુકશાન થાય છે મકાનો પણ હટાવવા પડે તેમ છે માટે આવા કોરોના કાળમાં અને કારમી મોંધવારી , બેકારી મા કયાં જવુ એ અમારા માટે પ્રશ્ન છે.
માટે ઉપરોકત અમારી વ્યાજબી રજૂઆત માટે માયાળુ ધ્યાન દોરી અમને આર્થીક નુકશાન ન થાય તે માટે રોડ તથા ફૂટપાથ કરવા આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી છે.

(12:12 pm IST)