ગુજરાત
News of Wednesday, 27th October 2021

સ્વસ્થ જીવન માટે પ્રકૃતિ તરફ પાછુ વળવું પડશેઃ દેવવ્રતજી

ગુજરાત વિદ્યાપીઠમાં યુનિવર્સલ હીલીંગ ડેના દિવસે રાજયપાલનું સંબોધન : હીલીંગ કાર્યક્રમથી અમેરિકામાં હ્દયરોગમાં ઘટાડો આવ્યોઃ ડો.કાપડીયા

અમદાવાદ : રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવેલ કે સ્વસ્થ જીવન માટે આપણે પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે. સારા વિચાર અને ખાનપાનથી સ્વસ્થ્ય કાયા સંભવ છે. કેમ કે બીમારીઓનું મુખ્ય કારણ દુષીત આહાર અને વિચાર છે.
ગુજરાત વિદ્યાપીઠમાં ગઇકાલે યોજાયેલ યુનિવર્સલ હીલીંગ ડે ઉંપર આયોજીત કાર્યક્રમમાં ઉંપરોકત વાત રાજયપાલશ્રીએ પોતાના સંબોધનમાં જણાવેલ. વધુમાં તેમણે કહેલ કે આ શરીર ઇશ્વરની અમુલ્ય ભેટ છે. તેને સ્વસ્થ રાખવું આપણી જવાબદારી છે. ભારતીય સંસ્કૃતિમાં શરીરને સ્વસ્થ રાખવાની વાત કહેવાઇ છે. ગાંધીજી પ્રકૃતિના ઉંપાસક હતાં. તેમણે પ્રાકૃતિક ચિકિત્સા પણ અપાવેલ. તે પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા પોતાનો અને અન્ય લોકોનો ઉંપચાર કરતા હતાં.
ગાંધીજીએ પોતાના આશ્રમમાં પ્રાકૃતિક ચિકિત્સાલયની પણ સ્થાપના કરેલ. રાજયપાલ દેવવ્રતજીએ જણાવેલ કે હરિયાણાના કુરૂક્ષેત્ર સ્થિત તેમના ગુરૂકુળમાં પણ પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. રાજેન્દ્ર ખીમાણીએ જણાવેલ કે, ડો. કાપડીયાની મદદથી વિદ્યાપીઠમાં યુનિવર્સલ હીલીંગ કેન્દ્ર સ્થાપિત કરાયુ છે. જે સારી રીતે કાર્યરત છે. અમદાવાદ મેનેજમેન્ટ એસો.ના પ્રમુખ દિવ્યેશ રાડીયાએ તે અંગે માહિતી આપેલ. વિદ્યાપીઠના કાર્યકારી કુલસચીવ ડો. ભટ્ટે આભાવિધી કરેલ સંચાલન ડો. નીતિને કરેલ.
ડો. રમેશ કાપડીયાએ જણાવેલ કે યુનિર્વસલ હિલીંગ દ્વારા હ્દયરોગને કાબુ કરવા ઘણી મદદ મળે છે. અમેરિકામાં હ્દયરોગમાં આ કાર્યક્રમ દ્વારા ઘણો ઘટાડો આવ્યો છે. ભારતીય સંસ્કૃતિ અને ઋષી - મુનીઓ દ્વારા જણાવાયેલ ઉંપાયો ઉંપર જ આ હિલીંગ કાર્યક્રમ આધારીત છે. યોગ અને ધ્યાનથી હ્દય રોગના ખતરાને ઓછો કરે છે.

 

(10:12 am IST)