ગુજરાત
News of Wednesday, 27th October 2021

એડમિશન અપાવવાના નામે વારાણસીની સ્કૂલમાં નીચ કૃત્યો: સગીર બાળકો સાથે કુકર્મ ગુજરી પૈસા પડાવ્યા

વારાણસીઃ અહીંની બીએચયુ  સ્કૂલમાં એડમિશનના નામે   હિના કૃત્યો થઇ રહેલ છે અહીં રહેતા સગીર વિદ્યાર્થીઓએ એક વ્યક્તિ પર સ્કૂલમાં એડમિશન અપાવવાના નામે પૈસા પડવાનો અને તેમની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.  આ તમામ બાળકો વારાણસીના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે.

આ અંગે બાળકોએ તેમના પરિવારના સભ્યો અને કોઈ સંબંધીઓને જણાવ્યું ન હતું, સોમવારે તમામે પોલીસમાં જઈને આ અંગે ફરિયાદ કરી હતી.  જેના આધારે તાત્કાલિક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે

(9:28 am IST)