થરાદ પોલીસે રાજકોટ તરફ જતી 11 લાખના વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી : 21,98 લાખનો મુદામાલ જપ્ત
દુધવા ગામના પાસેથી નીકળેલી ટ્રકની આઈ શેણલ હોટલ પાસે તલાસી લેતા પીઓપી પાવડરની આડમાં દારૂની હેરફેરનો પર્દાફાશ: બે આરોપીની ધરપકડ
થરાદ પોલીસે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે, થરાદ પોલીસને ચોક્કસ બાતમી મળતાં ટીમે પંચો સાથે રાખી વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ટ્રકમાંથી 11 લાખના દારૂ સાથે બે શખ્સોને દબોચી કુલ કિ.રૂ. 21.98 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
બનાસકાંઠા જીલ્લાના થરાદમાં પંથકમાંથી પોલીસે ચોક્કસ બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. થરાદ પોલીસને બાતમી મળી હતી કે, એક ટ્રક દુધવા ગામના પાટીયાથી નીકળી અને રાજકોટ તરફ જનાર છે. જેમાં પીઓપી પાવડરના કટ્ટાની આડમાં દારૂ ભરેલો હોવાની બાતમી મળતાં પોલીસે પંચો સાથે રાખી વોચ ગોઠવી હતી. આ તરફ પોલીસે થરાદ મીઠા રોડ પર આઇ શેણલ હોટલ પાસે ટ્રકને રોકાવી તલાશી લીધી હતી.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોકમાં મળેલી છૂટ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં દારૂની હેરાફેરી પણ બેફામ બની છે. આ તરફ થરાદ પોલીસે બાતમી આધારે ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ- 280, બોટલ નંગ-3360 , કિ.રૂ.11,76,000 અને ટ્રકની કિ.રૂ.10,00,000 મળી કુલ કિ.રૂ.21,98,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ તરફ પોલીસે 2 ઇસમોને ઝડપી પાડી તેમની સામે પ્રોહી એક્ટની કલમ 65(a), 65(e), 116-B, 98(2), 99, 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ
- રીંછપાલ બાબુલાલ દેવારામ જાટ (ચૌધરી)
- મધારામ કેશારામ ઇસરારામ જાટ (ચૌધરી)
- મુકનારામ જાટ