ગુજરાત
News of Tuesday, 27th September 2022

રાજપીપળા સંતોષ ચોકડી બાદ વડીયામાથી બધું એક ગાયમાં લંપી વાયરસનાં લક્ષણો દેખાયા : કુલ 3 થયા

રાજપીપળા સંતોષ ચોકડી પાસે દસેક દિવસ પૂર્વે એક ગાય અને એના બચ્ચાં માં લંપી વાયરસનાં લક્ષણો જણાયા બાદ સારવાર અપાઈ હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં લંપી વાયરસએ ધીમી ગતિએ પગ પેસારો કર્યો હોય તેમ જણાઇ રહ્યું છે કેમ કે થોડાક દિવસ પહેલા સંતોષ ચાર રસ્તા પાસેથી ગાય અને વાછરડામાં લંપીનાં લક્ષણો જણાતા તેને પાલિકાનાં ઢોર ડબ્બે પૂરી સારવાર અપાઈ હતી ત્યારે આજે રાજપીપળાને અડીને આવેલાં વડીયા ગામમાં રહેતા ઘનશ્યામ ભાઈ પટેલનાં વાડામાં એક ગાયમાં લંપી વાયરસનાં લક્ષણો જણાઇ આવતાં 1962 નાં ડોકટર અભિમન્યુ એ સારવાર આપી હતી આમ અત્યારસુધી રાજપીપળામાં બે ગાય અને એક વાછરડી મળી કુલ ત્રણ ઢોરમાં આ વાયરસનાં લક્ષણો જોવા મળતા ઢોર માલિકો એ સાવચેત રહેવું અત્યંત જરૂરી થયું છે.

   જાણવા મળ્યા મુજબ લંપી વાયરસનાં લક્ષણોના લગભગ દસ જેવા કેસ રાજપીપળા માં હશે અને તેને સારવાર પણ ચાલુ હશે પરંતુ આ આંકડો સરકારી દફતરે નથી બોલતો કેમ કે પશુ દવાખાના માથી જાણવા મળ્યા મુજબ હાલમાં ત્રણ જ કેસ રાજપીપળા માં છે.આંકડો ગમે તે હોય પરંતું પશુ પાલકો એ આ માટે પોતના જાનવરો ની તકેદારી રાખવી જરૂરી જણાઈ છે
   રાજપીપળા મચ્છી માર્કેટ પાસે પણ એક ઢોર માં લંપી વાયરસ નાં લક્ષણો જણાયા હોય એ વિસ્તારમાં ચાલતા મચ્છી માર્કેટ માં વેચાતી મચ્છીનું ખુલ્લેઆમ વેચાણ થતું અટકાવી યોગ્ય પ્રકારે વેચાણ કરાઈ તે માટે તંત્ર એ પગલાં લેવા જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે.

 

(10:52 pm IST)