ગુજરાત
News of Tuesday, 27th September 2022

રાજપીપળામાંમાં શક્તિ બલિકા ગરબામાં ૨૫૦ થી વધુ બાળકો, બાલિકાઓ ગરબે ઘૂમ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વિશ્વકર્મા મંદિર પાસે માં શક્તિ બાલિકા ગરબાનું આયોજન થયું છે જ્યાં નવરાત્રીના પ્રથમ દિવસે જ બાલિકા ગ્રુપમાં ૨૫૦થી વધુ બાળકોએ ભાગ લઈ ગરબાની મઝા માણી હતી,જેમાં બેસ્ટ એક્શન, બેસ્ટ કોસ્યુમ, ટાઈમ, વગેરેને બેસ્ટ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા માં શક્તિ બાલિકા ગરબાનું આયોજન કનકસિંહ મત્રોજા, પરેશ ભાઈ,ભાવેશભાઈ સહિતના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં DJ ના તાલે કંદર્પ જાની, મયંક માછીએ સાથ આપ્યો હતો આમ નોરતાનાં પહેલાં જ દિવસે ૨૫૦ થી વધુ બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી.

 

(10:51 pm IST)