ગુજરાત
News of Tuesday, 27th September 2022

ભરૂચના શક્તિનાથ થી કલેકટર ઓફિસ વિસ્તારમાં વરસાદી ઝાપટા

કલેશ્વરની વાલિયા ચોકડી, ભડકોદ્રા, કાપોદ્રા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ

ભરૂચ :  શહેરના શક્તિનાથ થી કલેકટર ઓફિસ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બીજા નોરતે વરસાદે દસ્તક આપતા ગરબા રસિયાઓ ચિંતામાં મુકાયા છે. ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી, ભડકોદ્રા, કાપોદ્રા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા બફારાથી રાહત મળી છે. જેને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણ મુકાયા છે.

 

(9:28 pm IST)