ગુજરાત
News of Monday, 27th September 2021

સ્વ.વિઠ્ઠલભાઈ પટેલના જન્મદિવસે મારી પસંદગી થઈ છે તે મારા માટે ગૌરવરૂપઃ ડો.નિમાબેન આચાર્ય

વિધાનસભા અધ્યક્ષની ઓફિસમાં સૌપ્રથમ વખત મહિલા અધ્યક્ષને સ્થાન મળ્યું છે તે અભિનંદનને પાત્ર, વરસાદે પણ આ નિર્ણયને વધાવ્યોઃ નીતિનભાઈ પટેલ

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ સભ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે નવા વરાયેલા અધ્યક્ષને અભિનંદન આપતા જણાવ્યું કે ડો.નીમાબેન આચાર્ય કચ્છથી ગાંધીનગર સુધી ખૂબ જ લાંબી મંજિલ કાપી એક મહિલા તરીકે બિરાજમાન થયા છે ત્યારે કુદરતી વરસાદે પણ આપના નિર્ણયને વધાવ્યો છે. અમને ગૌરવ છે કે વિધાનસભાના અધ્યક્ષની ઓફિસમાં અત્યાર સુધી માત્ર પુરૂષ નામ અને ફોટા જોવા મળ્યા છે. હવે પ્રથમ મહિલા અધ્યક્ષને આ  જગ્યાએ સ્થાન મળ્યુ છે તે ગૌરવરૂપ છે.

ગૃહમાં સભ્યોએ અભિનંદન આપ્યા બાદ નવા વરાયેલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ પોતાની વરણી બાદ સૌ સભ્યોનો આભાર માન્યો હતો. તેમણે ૧૯૨૫થી કેન્દ્રીય ધારાસભાના પ્રથમ અધ્યક્ષ સ્વ.શ્રી વિઠ્ઠલભાઈ પટેલના જન્મ દિવસે આજે મારી પસંદગી થઈ છે. તે ગૌરવરૂપ છે. હું ગૃહની સૌ સભ્યો મારા માટે ગૌરવ સમાન છે. કોઈપણ સભ્યને દુઃખ હોય તો ગમેત્યારે મને મળી શકે છે. હું સૌનું સન્માન જળવાય અને દરેકને ન્યાય મળે તેમ કામગીરી કરીશ.

(4:38 pm IST)